જામનગર શહેરમાં ધરારનગર વિસ્તારમાં આવેલા આંબેડકર ધામમાં રહેતાં યુવાને તેના ઘરે કોઇપણ કારણસર બેલ્ટ વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ધરારનગર-1 વિસ્તારમાં આવેલા આંબેડકરધામમાં મહાદેવ મંદિરની બાજુમાં રહેતાં રવિરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.26) નામના યુવાને ગુરૂવારે રાત્રિના સમયે પાડોશી પ્રતિકભાઈના ઘરે લોખંડના પાઈપમાં બેલ્ટ બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બેશુદ્ધ હાલતમાં યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા હેકો આર.એ. કુબાવત તથા સ્ટાફે મૃતકના ભાઈ જયદીપસિંહના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.