જામનગર શહેરના નવાગામ ઘેડ પાસે રહેતા યુવક એ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજ્યાનું તબીબો એ જાહેર કર્યું હતું. આ મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગર શહેરના નવાગામઘેડ માં રહેતા રવીન્દ્રભાઈ વાલજીભાઈ વાઘેલા (ઉ.વ.22) નામના યુવકએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજ્યાનું તબીબો એ જાહેર કર્યું હતું. આ અંગે જીતેન્દ્રભાઈ વાઘેલા એ સીટી બી ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.