કાલાવડના મકરાણી સણોસરા ગામે યુવાને અગમ્યકારણોસર પોતાના રહેણાંક મકાને ગળેફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકામાં મકરાણી સણોસરા ગામે રહેતા કૌશિકભાઈ ઉર્ફે કવો દિલીપભાઈ સોમૈયા (ઉ.વ.23) નામના યુવાને પોતાના રહેણાંક મકાનના બીજા માળે પોતાના રૂમમાં સુતરના દોરડા વડે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનને હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબોએ મૃત્યુ થયાનું જાહેર કર્યુ હતું. આ અંગે દિલીપભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી. વી.છૈયા દ્વારા મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.