જામનગરના આવાસ કોલોનીમાં રહેતાં યુવાને નબળી આર્થિક પરિસ્થિતિથી કંટાળીને ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતકની પત્નીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં એમ. પી. શાહ ઉદ્યોગનગર પાસેની આવાસ કોલોનીની ‘સી’ વિંગમાં આઠમા માળે રહેતાં વેલજીભાઇ રાજેશભાઇ છીપરિયા (ઉ.વ.30)નામના યુવાનની નબળી આર્થિક પરિસ્થિતિનું મનમાં લાગી આવતા શનિવારે સવારના સમયે યુવાને તેના રૂમની છતના પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવાનને ગંભીર હાલતમાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પત્ની આરતીબેન દ્વારા જાણ કરતા હે.કો. જે. કે. વજગોળ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


