Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ટ્રેન હેઠળ ઝંપલાવી યુવાનની આત્મહત્યા

જામનગરમાં ટ્રેન હેઠળ ઝંપલાવી યુવાનની આત્મહત્યા

પોલીસ દ્વારા કારણ શોધવા તપાસ : જામનગર શહેરમાં હૃદયરોગના હુમલાથી વૃદ્ધનું મોત

- Advertisement -

જામનગર શહેરમાં રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ યુવાને અગમ્યકારણોસર ઝંપલાવી આત્મહત્યા કરી હતી. જામનગરના પવનચકકી પાસેના વિસ્તારમાં રહેતાં વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું.

બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતાં પ્રકાશ બાબુભાઈ પરમાર (ઉ.વ.35) નામનો રેલવે સ્ટેશનની સામેના વિસ્તારમાં રહેતા યુવાને ગુરૂવારે સાંજના સમયે કોઇ કારણસર પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી હતી. બનાવની જાણ થતા રેલવે પોલીસે જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગરના પવનચકકી નજીક દિ.પ્લોટ સમતી વાસ પાસે રહેતા વિજયભાઈ કેશુભાઈ વાઘેલા (ઉ.વ.61) નામના વૃદ્ધને ગુરૂવારે સાંજના સમયે તેના ઘરે છાતીમાં દુ:ખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગે મૃતકના પુત્ર ચિરાગભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.કે. ગુસાઈ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular