જામનગર શહેરના સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા અને નોકરી કરતાં પટેલ યુવાને કોઇ અગમ્ય કારણોસર તેના ઘરે પંખાના હૂંકમાં દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરના સત્યમ કોલોનીમાં નેશનલ કોમ્પ્યુટર સ્કૂલ પાછળ આવેલા પરિવાર એપાર્ટમેન્ટ વિંગ-ઇ માં ફલેટ નં.301 માં રહેતા અને નોકરી કરતા સમીર સુમનભાઈ મોરી (ઉ.વ.35) નામના પટેલ યુવાને શુક્રવારે બપોરના સમયે તેના ઘરે પંખાના હુંકમાં દોરી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પિતા સુમનભાઈ એ જાણ કરતા હેકો એ.એન. નિમાવત તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.