Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના શંકરટેકરીમાં યુવકની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

જામનગરના શંકરટેકરીમાં યુવકની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

અગમ્યકારણોસર જિંદગી ટૂંકાવી: શાંતિનગરમાં મહિલાનો ઝેરી પાવડર પી આપઘાત : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર શહેરમાં શંકરટેકરી રામનગર વિસ્તારમાં આવેલા મંદિર પાછળ રહેતાં યુવકે અગમ્યકારણોસર તેના ઘરે ખાટલાની પાટી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ આરંભી હતી. જામનગર શહેરના શાંતિનગર વિસ્તારમાં રહેતાં મહિલાએ તેણીના ઘરે ઝેરી પાવડર પી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી રામનગર વિસ્તારમાં આવેલા શંકર ભગવાનના મંદિર પાછળ રહેતાં હિતેશભાઈ નારુભાઈ બગડા (ઉ.વ.20) નામના યુવકે શુક્રવારે સાંજના સમયે તેના ઘરે કોઇ અગમ્યકારણોસર રૂમમાં લોખંડની આડીમાં ખાટલાની પાટી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના પિતા નારુભાઈ દ્વારા જાણ કરાતા હેકો એ.એન. નિમાવત તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બીજો બનાવ, જામનગર શહેરના શાંતિનગર શેરી નં.7 માં આશાપુરા પાન વાળી શેરીમાં રહેતાં પ્રશન્નાબા સુખદેવસિંહ જાડેજા (ઉ.વ.30) નામના મહિલાએ શુક્રવારે સવારના સમયે તેના ઘરે કોઇ અગમ્યકારણોસર ઝેરી પાવડર પી જતા તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ સુખદેવસિંહ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.એમ. રાદડિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular