જામનગર શહેરના રામેશ્ર્વરનગર ચોક વિસ્તારમાં સાંજના સમયે યુવાન ઉપર જૂની અદાવતનો ખાર રાખી છરી વડે હુમલો કરાતાં ઘવાયેલાં યુવાનને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના રામેશ્ર્વરનગરમાં મંદિર પાસે રહેતાં રામશી હરદાસભાઇ આંબલિયા (ઉ.વ.40) નામનો યુવાન આજે સાંજના સમયે રામેશ્ર્વરનગર ચોકમાંથી પસાર થતો હતો તે દરમ્યાન અજાણ્યા શખ્સે આવી રામશી ઉપર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલ યુવાનને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા બનાવની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો અને હુમલાખોર વિરૂધ્ધ ગુનો નોંધવા અને ઝડપી લેવાં ચક્રો ગતિમાન કર્યા હતાં. પોલીસના પ્રાથમિક તરણનો અંગત અદાવતનો ખાર રાખી હુમલો કરાયાનો બાર આવ્યું હતું.