કાલાવડ તાલુકાના મોટી માટલી ગામમાં આવેલા ઈંટુના ભઠ્ઠામાં કામ કરવા ન જવાની બાબતનો ખાર રાખી મહિલા સહિણ ત્રણ શખ્સોએ યુવાન ઉપર હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો.
આ બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મોટી માટલી ગામમાં વિનુભાઈ પરમારના ઈંટોના ભઠ્ઠામાં મજૂરીકામ કરવા માટે રજાક ઉર્ફે ટીટો કારા ભપુટીયા નામનો યુવાન મજૂરીએ જતો ન હોવાથી આ બાબતનો મનમાં ખાર રાખી વિનુ દેવશી પરમાર, કનુ દેવશી પરમાર, પાર્વતીબેન વિનુ પરમાર નામના ત્રણ શખ્સોએ એક સંપ કરી શનિવારે સાંજના સમયે રજાકને આંતરીને લાકડાના ધોકા વડે માથામાં હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો તેમજ યુવાનને પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો અને ધમકીના બનાવમાં હેકો એન.કે. છૈયા તથા સ્ટાફ દ્વારા ઈજાગ્રસ્ત યુવાનના નિવેદનના આધારે દંપતી સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.