ઓખાથી આશરે 24 કિલોમીટર દૂર મુળવેલ ગામે રહેતો રાણાભા વેજાભા માણેક નામનો 26 વર્ષનો યુવાન મંગળવારે રાત્રિના એકાદ વાગ્યાના સમયે હોળીના દર્શન કરવા ગયો હતો, ત્યારે આ જ વિસ્તારમાં રહેતા ગુમાનભા ઉઢાભા જગતિયા, હીરાભા સાજાભા જગતિયા, તેજાભા ઉઢાભા જગતિયા અને ઉઢાભા કેશુભા જગતિયા નામના ચાર શખ્સોએ ફરિયાદી રાણાભાઈને ગામમાં નહીં આવવાની ધમકી આપી, એકસંપ કરી, બિભત્સ ગાળો કાઢી અને લાકડી તથા પાઇપ વડે માર મારીને ઇજાઓ કરવા સબબ ઓખા મરીન પોલીસ મથકમાં ચારેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ 135 (1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.