જામનગર તાલુકાના સીકકા જેટી પર લાગરેલી શીપમાં તામીલનાડુના જુનિયર એન્જીનિયર યુવાને અગમ્યકારણોસર સીડીમાં ટુવાલ બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, તામિલનાડુના નાગાપટનમ તાલુકાના સરકાલી ગામનો વતની અને હાલ જામનગર તાલુકાના સીક્કાની જેટી પર એન્કરીંગ પોઇન્ટથી આગળ દરિયામાં લાંગરેલી M.P.HIGH TIDE નામની શીપમાં ગત તા.15 ના રાત્રિના સમય દરમિયાન સીડીમાં ટુવાલ વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. એન્જીનિયર યુવાનની આત્મહત્યા અંગેની મુસાભાઈ દાથાગોથી દ્વારા જાણ કરવામાં અવાતા હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફે શીપ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિારજનોને જાણ કરી એન્જીનિયર યુવાનની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.


