Monday, January 19, 2026
Homeરાજ્યહાલારલૈયારા નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ચાલક યુવાનનું મોત

લૈયારા નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ચાલક યુવાનનું મોત

શુક્રવારે સાંજના સમયે અકસ્માત : ચાલક યુવાનને ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી કાર્યવાહી

ધ્રોલ નજીક આવેલા લૈયારા ગામ પાસે વન વિભાગની વીરડી નજીકના રોડ ઉપરથી પસાર થતી કારના ચાલકે પુરપાટ ચલાવી આગળ જતાં ટ્રકની પાછળ ધડાકાભેર અકસ્માત સર્જતા કારચાલક યુવાનનું ઘટના સ્થળે જ ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ ધ્રોલ ગામમાં રહેતાં અરબાઝભાઇ મુસ્તાકભાઇ કાયાણી (ઉ.વ.26) નામનો યુવાન ગત્ તા. 16ના સાંજના સમયે તેની જીજે10 ડીઇ 4284 નંબરની કારમાં લૈયારા ગામ નજીક આવેલી વન વિભાગની વીરડી પાસેના રોડ પરથી પુરપાટ ઝડપે પસાર થતો હતો ત્યારે આગળ રાજકોટથી જામનગર જતાં જીજે03 બીડબલ્યુ 1516 નંબરના ટેન્કરના પાછળના ભાગમાં અથડાતા અકસ્માતમાં ચાલક અરબાઝભાઇને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું. અકસ્માતના બનાવ અંગે ટેન્કરચાલક અતુલભાઇ યાદવ દ્વારા જાણ કરાતા હે.કો. ડી. પી. વઘોરા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular