જામનગર નજીક નાઘેડીના પાટીયા પાસે રહેતાં અને ગેસ એજન્સી ચલાવતા યુવાન વેપારીએ વ્યાજે પાંચ લાખ રૂપિયા લીધા હતાં અને આ પાંચ લાખ પેટે 10 લાખ રૂપિયા આપવાનું ખોટું લખાણ કરી વેપારી સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી માર માર્યાના બનાવમાં પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેર નજીક નાઘેડીના પાટીયા પાસે ગ્રીન વીલા સોસાયટીમાં રહેતાં અને ગેસ એજન્સી ચલાવતા કિશનભાઈ દેવજીભાઈ રાઠોડ (ઉ.વ.27) નામના યુવાન વેપારીએ અગાઉ સુભાષ જગા કંડોરીયા, જગા કંડોરીયા, આશિષ કંડોરીયા અને આલાભાઈ કંડોરીયા પાસેથી પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને વ્યાજખોરોએ વ્યાજની માંગણી બાબતે જો વ્યાજ ન આપો તો 10 લાખ રૂપિયા આપવા માટેનું ખોટું લખાણ કરી આપવા ગત તા.15 ના રોજ સવારના સમયે રડાર રોડ પર કિશનભાઈને આંતરીને બોલાચાલી કરી ઝઘડો કરી ઝપાઝપી કરી અને માર માર્યો હતો. હુમલો કર્યાના બનાવમાં કિશનભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.વી. દવે તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.


