Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઓછા બજેટમાં ફરી શકો છો આ આઠ દેશોમાં

ઓછા બજેટમાં ફરી શકો છો આ આઠ દેશોમાં

- Advertisement -

વેકેશનનો સમય ચાલી રહ્યો છે લોકો પરિવાર મિત્રો સાથે કયાંકને કયાંક જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફોટોસ શેર કરી રહ્યા છે. ત્યારે જોવા મળે છે કે વિદેશોમાં જવાનો ક્રેઝ વધી રહ્યો છે. પરંતુ સાથે સાથે બજેટ પણ વધી રહ્યું છે. તો શું તમે ઓછા બજેટમાં વિદેશ ફરવા જવા ઈચ્છો છો ? તો જુઓ કયા કયા દેશોમાં ઓછા બજેટમાં ફરવા જઈ શકાય છે ? તમારા બજેટને અનુકૂળ આવે અને સાથે સાથે ખૂબ સુંદર સ્થળો પણ જોઇ શકાય તેવા આઠ દેશો છે. જેવા કે

- Advertisement -

નેપાળ: નેપાળ ભારતથી સૌથી નજીકનો દેશ છે. જ્યાં દરેક લોકો રોડ માર્ગ દ્વારા પણ નેપાળ જઈશકે છે. હિમાલયના પહાડો પર વસેલા નેપાળમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી ટે્રક કરી શકાય છે. પ્રાચિન મંદિર અને પ્રકૃતિ પણ ખૂબ સુંદર છે.

શ્રીલંકા: શ્રીલંકાના સુંદર સમુદ્રી કાંઠે, ચાયના બગીના અને ઐતિહાસિક ધરોહરો પર્યટકોને આકર્ષિત કરે છે. વાઈલ્ડ લાઈફ સફારી તેમજ સ્થાનિક ફુડસનો પણ ઓછા બજેટમાં લાભ લઇ શકાય છે.

- Advertisement -

થાઈલેન્ડ: ઓછા ખર્ચામાં વિદેશ ફરવા માટે થાઈલેન્ડ બેસ્ટ દેશ છે. રાજધાની બેંકોગ, Phuket અને Koh Samui દ્રીપ પર આપ ઓછા પૈસામાં ફરી શકો છો. જ્યાં ફુડ અને ટ્રાન્સપોટેેશન પણ ઘણું સસ્તુ છે.

વિયતનામ: સુંદર સ્થળો, ઐતિહાસિક સ્થળો અને ખાણીપીણી માટે ફેમસ વિયેતનામમાં ફરવું ઘણું સસ્તુ છે.

- Advertisement -

કંબોડિયા: દુનિયાના સૌથી વિશાળ મંદિર અંકોરવાટ મંદિરોનું ઘર કંબોડિયા ભારતીય પર્યટકો માટે સસ્તુ છે. જ્યાં પ્રાચિન મંદિરો, સ્થાનિય ખાનપાન અને સમુદ્રીતટ પણ ખૂબ સુંદર છે.

ઈન્ડોનેશિયા: ખુબસુરત સમુદ્રીકિનારો, રંગબેરંગી સંસ્કૃતિ માટે વિખ્યાત ઈન્ડોનેશિયા ફ્રેન્ડલી બજેટ દેશ છે. જ્યાં તમે બાલી, જકાર્તા, લોમબોક જેવા સ્થળો છે. આ ઉપરાંત પ્રાચિન મંદિરો, જવાળામુખી પર ચઢાઈ જેવા સ્થળો પૈસા વસૂલ છે.

મલેશિયા: મલેશિયા ફરવું ઘણું સસ્તુ છે. જ્યાં તમે કુઆલાલંપુરમાં જઇ શકો છો. langkawi ના સુંદર સમુદ્રી કિનારો અને પેનાંગ શહેરમાં ખૂબ જ સુંદર સ્થળો છે.

ફીલીપીંસ: ઓછા બજેટમાં ફરવા માટે ફીલીપીન્સ સ્વર્ગ સમાન છે. મનીલાની રંગબેરંગી ગલીયો, palawan અને Boralay ના સુંદર સમુદ્ર કિનારે ફરવા માટે સૌથી સુંદર જગ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular