ઉનાળાનો પ્રારંભ થયો છે. બજારમાં તરબૂચનું આગમન થયું છે. પરંતુ જામનગરની બજારમાં પીળા તરબૂચ વેચાઇ રહ્યાં છે. લોકો પીળા તરબૂચની ખરીદી કરી રહ્યાં છે. લાલ તરબૂચ કરતા પીળા તરબૂચની મીઠા વધુ હોવાની વેપારીએ દાવો કર્યો છે. જો કે પીળા તરબુચ માટે બમણા પૈસા ચુકવવા પડશે. લાલ તરબુચના ભાવ કરતા પીળા તરબુચના ભાવ બમણા છે.

જામનગરમાં ઉનાળાના પ્રારંભની સાથે બજારમાં તરબૂચનું જંગી આવક અને વેચાણ થતું હોય છે. લોકો ઉનાળાની ગરમીમાં તરબૂચ ખાવું વધુ પસંદ કરતા હોય છે. આથી માંગ સારી જોવા મળતી હોય છે. ત્યારે જામનગરમાં લાલ નહીં પરંતુ પીળા કલરના તરબૂચનું પણ આગમન થયું છે. આ તરબૂતની મીઠાશ લાલ તરબૂચ કરતાં બે ગણી વધુ હોય છે.
જામનગરની બજારમાં મળતા પીળા તરબુચ જે આવે છે, તે ખાસ પ્રાચીના ખેડૂતે દ્વારા વાવેતર કરવામાં આવે છે. જે માટે થાઈલેન્ડથી તરબૂચના બી મંગાવ્યા હતા. બાદમાં તેનું ઓર્ગેનિક રીતે વાવેતર અને માવજત કરી પાક ઉત્પાદ કર્યું હતું. લાલ તરબૂચ કરતા પીળા તરબૂચ ખૂબ જ મીઠા હોય છે અને પીળા તરબૂચની કિંમત પણ લાલ તરબૂચ કરતાં ડબલ હોય છે. હાલ લાલ તરબૂચની કિંમત બજારમાં એક કિલોના 25 થી 30 રૂપિયા ચાલી રહી છે. જ્યારે પીળા તરબુચની કિંમત એક કિલો 40 થી 50 રૂપિયા ચાલી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી જામનગરની બજારમાં આ પ્રકારના પીળા તરબુચ સીઝનમાં વેચાતા હોય છે.