Thursday, November 7, 2024
Homeરાજ્યજામનગરવિશ્ર્વકર્મા જયંતી નિમિત્તે યજ્ઞ યોજાયો

વિશ્ર્વકર્મા જયંતી નિમિત્તે યજ્ઞ યોજાયો

- Advertisement -

મહા મહિનાની સુદ-13 ના રોજ વિશ્ર્વકર્મા જયંતી તરીકે ઉજવણી કરવામાં આવે છે. વિશ્ર્વકર્મા દેવના પ્રાગટય દિન નિમિત્તે જામનગરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ જામનગરમાં વિશ્ર્વકર્મા જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્ર્વકર્મા જયંતી નિમિત્તે હવન, જ્ઞાતિપૂજન સહિતના આયોજનો થયા છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે વિશ્ર્વકર્મા જયંતીએ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતાં હોય છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીને કારણે કેટલીક જ્ઞાતિઓ દ્વારા વિશ્ર્વકર્મા જયંતીની ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવી રહી છે. જામનગરમાં પંચેશ્ર્વરટાવર નજીક આવેલ વિશ્ર્વકર્માની વાડી ખાતે આજે વિશ્ર્વકર્મા દેવની પ્રાગટય જયંતી નિમિત્તે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવિભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક આયોજનનો લાભ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular