જામનગર શહેરમાં નવરાત્રિના પ્રારંભ સાથે ઠેર ઠેર પ્રાચિન ગરબીઓમા બાળાઓ દ્વારા માતાજીની આરાધના થઈ રહી છે. શહેરના પંચેશ્વરટાવર ખાતે સતવારા યુવક મંડળ દ્વારા ચામુંડા યુવક કુમારીકા ગરબી મંડળનું આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લાં 40 વર્ષથી વધુ સમયથી આ ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે 50 બાળાઓ તથા 45 જેટલા બાળકો અલગ અલગ ગુ્રપમાં વિવિધ રાસ રજૂ કરે છે. જે નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમટે છે. આ ઉપરાંત પંચેશ્વરટાવર પાસે જ ત્રિશાલી પાઉંભાજી નજીક ગાયત્રી રાસ ગરબા મંડળ દ્વારા પણ ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 46માં વર્ષે ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 60 જેટલા છોકરાઓ વિવિધ રાસ ગરબા દ્વારા માતાજીની આરાધના કરી રહ્યા છે. આ માર્ગ પર અદભૂત રોશનીનો શણગાર પણ કરવામાં આવ્યો છે.