ભાદરવા મહિનાના સુદ પક્ષની ત્રીજ તીથિએ કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે. મહિલાઓ દ્વારા દેવી પાર્વતી માટે કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે. આથી આજરોજ મહિલાઓ કેવડા ત્રીજનું વ્રત કરે છે તેઓ આખો દિવસ અનાજ-જળનું સેવન કર્યા વિના આ વ્રત કરે છે. સુખી લગ્ન જીવન માટે દેવી પાર્વતીજીની પૂજા-અર્ચના સાથે આ વ્રતની મહિલાઓ દ્વારા ઉજવણી કરવામાં આવે છે તેમજ કુંવારીઓ સુયોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે. આજે જામનગરમાં પણ મહિલાઓ અને કુંવારીકાઓ દ્વારા કેવડા ત્રીજના વ્રતની ઉજવણી કરી હતી. તેમજ મહાદેવની પૂજા કેવડાના પાનથી થઈ હતી.


