Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરવડાપ્રધાનના દીર્ઘાયુ માટે જામનગરના નર્મદેશ્વર મહાદેવ મંદિરે પૂજા - VIDEO

વડાપ્રધાનના દીર્ઘાયુ માટે જામનગરના નર્મદેશ્વર મહાદેવ મંદિરે પૂજા – VIDEO

વડાપ્રધાનના જન્મદિવસની જામનગરમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત જામનગરના પંચવટી વિસ્તારમાં આવેલા નર્મદેશ્વર મહાદેવ મંદિરમાં વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પૂજા કરવામાં આવી હતી. શિવજીની પૂજા, અર્ચના બાદ મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સાફસફાઇ કરી ધારાસભ્ય રીવાબાએ નાગરિકોને આપણો મોહલ્લો, આપણો વિસ્તાર, આપણું શહેર અને આપણો દેશ સ્વચ્છ અને તંદુરસ્ત રહે તે માટે પહેલ કરી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા શિવજીની પૂજા કરવામાં આવી હતી. પૂજાના કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજા, શાસકપક્ષના નેતા આશિષ જોષી, કોર્પોરેટરો કિશનભાઇ માડમ, સરોજબેન વિરાણી સહિતના અગ્રણીઓ, વોર્ડ પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular