Friday, November 22, 2024
Homeરાજ્યગુજરાતરાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર…

રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર…

- Advertisement -

ગુજરાતના ખેડૂતો માટે ફરી એક વખત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આજથી એટલે કે 18 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર હેઠળ રાજ્યમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જેના લીધે શિયાળુ પાકને નુકશાનના ભયથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

- Advertisement -

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના લીધે હવામાન બદલાતા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 21 અને 22 જાન્યુઆરીએ વરસાદ પડશે. પરિણામે શિયાળુ પાક જેવા કે વરીયાળી, જીરું, બટાટા, ચણા સહીતને નુકશાન થઇ શકે છે.        રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ રચાય તેવી પ્રબળ શક્યતા છે. જેને લઈને આગામી 21મીથી ઉત્તર ગુજરાત વાદળછાયું બનશે અને 22મીથી વધુ એક વખત કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. ઉલ્લેખનિય છે કે, આ સાથે ઉત્તર ગુજરાતમાં જાન્યુઆરીમાં બીજી વાર અને શિયાળુ સિઝનમાં 5મી વાર માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે.

હવામાન વિભાગના મતે ઉત્તર-પૂર્વ દિશાનો પવન ફૂંકાવાને કારણે આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર રહેશે. તો કચ્છમાં શીત લહેરની અસર જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં આગામી 72 કલાક સુધી ઠંડીની આ સ્થિતિ હજુ યથાવત રહી શકે છે. બીજી બાજુ તા.21 જાન્યુઆરીએ ઉત્તર-પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. માવઠાની આગાહીના તાપમાનમાં કોઈ ખાસ ફેર નહીં પડે ત્યારબાદ ત્રણ દિવસ પછી રાજ્યના તાપમાનમાં વધારો થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular