આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જળ સંસાધન વ્યવસ્થાપનને વધારી વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઇ હતી. કંપની જે સ્થળે કાર્યરત છે તે સ્થળોના સામાજિક-આર્થિક વિકાસમાં સકારાત્મક યોગદાન આપવા માટે જળ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં મૂલ્યાંકન કરી શકાય તેવું પરિણામ મેળવવા માટે અવિરતપણે કામ કરી રહી છે.
આ પ્રદેશમાં જળ સંસાધન વ્યવસ્થાપન એ નયારા એનર્જીના કાર્યોમાં સૌથી નિર્ણાયક અને મહત્વપૂર્ણ ઘટકો પૈકીનું એક મુખ્ય કાર્ય છે. વર્ષ 2014-15 માં નયારા એનર્જીએ આ પ્રોજેક્ટ માટે 15 ગામોમાં જીઓ-હાઇડ્રોલોજિકલ સ્ટડી અને એક્વીફર મેપિંગનું કાર્ય હાથ ધર્યું હતું. અભ્યાસના તારણ મુજબ, હાથ ધરાયેલા પ્રોજેકટ ગામોમાં જરૂરી ખેતી અને રહેણાંકની માંગને પહોંચી વળવા માટે લગભગ 44.0 મિલિયન ક્યુબિક મીટર પાણીની ખાદ્ય હતી. આ જરૂરિયાતને પહોંચી વળવા અને પુરવઠો સુનિશ્ર્ચિત કરવા માટે નયારા એનર્જીએ સૂક્ષ્મ સિંચાઈના સંવર્ધન દ્વારા જળસંચય માટે માળખાકીય બાંધકામ અને નવીનીકરણ, ભૂગર્ભજળને રિચાર્જ કરવું અને પાણીનો શ્રેષ્ઠ ઉપયોગ થઇ શકે એ માટે સંકલિત અભિગમ અપનાવ્યો છે.
આ પહેલ અંગે નયારા એનર્જીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. એલોઈસ વિરાગે જણાવ્યું હતું કે, એક જવાબદાર ઉદ્યોગગૃહ તરીકે, નયારા એનર્જી વાડીનાર રિફાઇનરી અને તેની આજુબાજુના સમાજના સામાજિક-આર્થિક ઉત્થાન માટે અવિરત પણે કામ કરી રહી છે. છેલ્લા કેટલાંક વર્ષોથી અમે આ ક્ષેત્રના લોકોને લાભ પહોંચાડવા માટે મજબૂત હિતધારક ભાગીદારી અને સામાજિક જવાબદારીઓના વ્યૂહાત્મક સંકલનના માધ્યમથી સતત વિકાસ કાર્યોનું સમર્થન કર્યું છે. અમે સ્થાયી આજીવિકાની તક, પ્રભાવી જળ સંસાધન વ્યવસ્થાપનના ઉકેલ અને સ્થાનિક સમાજના સમૃદ્ધ નિર્માણ માટે સમાવેશી વિકાસ સાથે સકારાત્મક પ્રભાવ લાવવાની દિશામાં સતત કામ કરી રહ્યા છીએ.
જાન્યુઆરી 2022 સુધીમાં નયારા એનર્જીએ 649 કુવાઓનું નિર્માણ અને નવીનીકરણ કર્યું છે જેમાં બોરવેલ રિચાર્જ, ખુલ્લા કૂવા રિચાર્જ, નવા ચેકડેમ, ઊંડા બાંધકામોની સરંચના કરી પીવાના પાણીના સંગ્રહ અને વિતરણમાં સુધારો કરવો, ખેત તળાવો, ખેતરના આઉટલેટ્સ તથા જળ સંગ્રહ અને 642 હેક્ટર જમીનમાં સૂક્ષ્મ સિંચાઈને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. કંપનીએ 14.23 મિલિયન ક્યુબિક મીટર પાણી બચાવવાની સાથે જળ સંગ્રહ અને રિચાર્જ ક્ષમતાનું સર્જન પણ કર્યું છે. પરિણામ સ્વરૂપ કંપનીએ 2014ની સિંચાઈ ક્ષમતા જે 1244 હેક્ટર હતી તેમાં વધારો કરી જાન્યુઆરી 2022માં 4801 હેક્ટરે પહોંચાડી છે.