વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગર મરીન નેશનલ પાર્ક તેમજ પ્રકૃતિના વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી લાખોટા નેચર કલબના સભ્યો દ્વારા પર્યાવરણ બચાવ કામગીરીના ભાગરુપે પ્રકૃતિ તેમજ પક્ષી માટે મહત્વના વિસ્તાર જે મરિન નેશનલ પાર્કમાં આવરી લેવામાં આવ્યા છે. તેવા સ્થળો સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યક્રમ સંદર્ભે જામનગર મરિન નેશનલ પાર્કના વિસ્તાર જેવા કે, નરારા ટાપુ, ખિજડીયા પક્ષી અભ્યારણ્ય, ઢીંચડા તળવા, રોઝી બંદર, બાલાચડી જેવા વિસ્તારોને આવરી ત્યાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યમાં જંગલખાતાના અધિકારીઓ સાથે લાખોટા નેચર કલબના 22 જેટલા સભ્યો જોડાયા હતાં. આ કાર્યક્રમ દ્વારા આ દરેક વિસ્તારમાંથી સાથે મળીને કુલ 200 કિલો જેટલો પ્લાસ્ટિક કચરો એકઠો કરી યોગ્ય નિકાલ હાથ ધરવામાં આવ્યો હતો.