આગામી ગ્રામપંચાયતોની ચૂંટણી માટે દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં કુલ 52 સરપંચ પદો પૈકી અનામત બેઠકોની જાહેરાત કરવામાં આવી છે. દ્વારકા જિલ્લા કલેકટર આ અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરી તાલુકામાં અનુસુચિત જાતી, જનજાતી, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત, અનુસુચિત જાતીની મહિલાઓ, જનજાતીની મહિલાઓ, તેમજ સામાન્ય મહિલાઓ માટે સરપંચના અનામત પદ જાહેર કર્યા છે.
જાહેરનામા અનુસાર ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ અને કલ્યાણપુર ગ્રામપંચાયતનું સરપંચ પદ અનુસુચિત જાતી મહિલા માટે અનામત રહેશે. જયારે પાછતર ગ્રામપંચાયતનું સરપંચ પદ અનુસુચિત આદીજાતી મહિલા માટે અનામત રહેશે. આ ઉપરાંત ગુંદા અને જબુંસર ગ્રામપંચાયતની સરપંચ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત મહિલા બની શકશે.
તાલુકાના આંબલીયારા, આંબરડી, ભરતપુર, ભવનેશ્ર્વર, ભેનકવડ, ભોરીયા ફોટડી, કાટકોલા, માનપર, મોડપર, મોરઝર, નવાગામ, રાણપરડા, રોઝડા, રૂપામોરા, સાજડીયાર, સણખલા, સેવકદેવડીયા, શિવા, વાનાવડ, વેરાડ, વિજયપુર, ગ્રામપંચાયતોના સરપંચ પદ સામાન્ય મહિલાઓ માટે અનામત જાહેર કરવામાં આવ્યા છે. આમ ભાણવડ તાલુકાની કુલ 52 ગ્રામપંચાયતો પૈકી 50 ટકા એટલે કે 26 ગ્રામપંચાયતોમાં મહિલા સરપંચ હશે.
ભાણવડ તાલુકાની 52 પૈકી 26 ગ્રામપંચાયતોમાં મહિલા સરપંચ
તાલુકાની કઇ-કઇ ગ્રામપંચાયતોમાં મહિલા અનામત જાહેર કરવામાં આવી જાણો…