જામનગરના બેડી ગેઇટ વિસ્તારમાં તસ્કર ત્રિપૂટી મહિલાઓ દ્વારા સરકારી રેલીંગની ચોરી કરાતા સીસીટીવી ફૂટેજોના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
જામનગર શહેરમાં બેડી ગેઇટ વિસ્તારમાં રોડ પર લગાડેલી રેલીંગ સોમવારે વહેલી સવારના સમયે ત્રણ મહિલાઓ દ્વારા આ રેલીંગ ટોડીને ચોરી કરી ગઇ હોવાનું સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં તસ્કર મહિલા ત્રિપૂટીએ પ્રથમ રોડ પર લગાડેલી રેલીંગ તોડી નાખી હતી અને ત્યારબાદ મહિલા નૃત્ય કરતી નજરે પડે છે અને બાદમાં અન્ય બે મહિલાઓ આવીને આ ત્રણેય તસ્કર મહિલા ત્રિપૂટી ચોરી કરેલી સરકારી રેલીંગ રેકડીમાં નાખીને લઇ જતી નજરે પડે છે. આ સીસીટીવી ફૂટેજ બેડી ગેઇટ વિસ્તારમાં એક વેપારીના કેમેરામાં કેદ થઇ જતાં બનાવ અંગે પોલીસે તપાસ આરંભી હતી.