દુબઈની અમીરાત એરલાઈનની જાહેરાત આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ વિડીયો એડમાં જોઈ શકાય છે કે એક મહિલા, અમીરાતના બુર્જ ખલીફા પર ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે, પ્લેકાર્ડ દ્વારા એરલાઈન્સની ખાસિયતો જણાવી રહી છે. આ દરમિયાન, તે પ્લેકાર્ડ્સ પર લખેલા વિવિધ સંદેશાઓ બતાવી રહી છે. છેલ્લા પ્લેકાર્ડ પર લખેલો મેસેજ બતાવ્યા બાદ, કેમેરા ઝૂમ આઉટ થઈ જાય છે અને આ દરમિયાન ફ્લાઈટ એટેન્ડન્ટ દુનિયાની સૌથી ઉંચી બુર્જ ખલીફાની ટોચ પર ઉભેલી જોઈ શકાય છે.આ રોમાંચક વિડીઓ જોઈને થોડી ક્ષણો માટે શ્વાસ થંભી જાય તેવો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.