જામનગર ખાતે વસાવટ કરતાં અને છૂટક વેપાર કરતાં મયૂરસિંહ બી. ચુડાસમાને જામનગર ખાતે જ વસવાટ કરતાં અનસુયાબેન દિનેશભાઇ ભટ્ટ આરોપીના પુત્ર સાથે મિત્રતાનો સંબંધ હોય આરોપીનો પુત્ર અને ફરિયાદી મયૂરસિંહ બન્ને લાંબા સમયથી એકબીજાના પરિચયમાં હોય, આરોપીને અંગત જરુરીયાત હોવાથી ફરિયાદી મયૂરસિંહ પાસેથી હાથ ઉછીની રકમની માગણી કરતાં ફરિયાદીએ હાથઉછીની 2 લાખ અને 50 હજારની રકમ આપી હતી અને આ રકમની પરત ચૂકવણી માટે આરોપીએ ફરિયાદીને તેમના ખાતા વિજયા બેંક મેહુલનગર, જામનગર શાખાનો ચેક આપ્યો હતો.
મુદ્ત તારીખે ફરિયાદીએ તેમના ખાતામાં ચેક ભરતા ચેક અપુરતા ભંડોળના કારણે પરત ફર્યો હતો. ચેક પરત ફરવાની જાણ હોવા છતાં આરોપીએ રકમ ખાતામાં ભરેલ નહીં અને ફરિયાદીને ચૂકવેલ પણ નહી:. ફરિયાદી મયૂરસિંહે આરોપી અનસુયાબેનને તેમના વકીલ મારફત નોટીસ આપી હતી. તે નોટીસ પણ આરોપીને મળી હતી. તેમ છતાં આરોપીએ ફરિયાદીને કોઇ રકમ ચૂકવેલ નહીં અને નોટીસનો પણ કોઇ જવાબ ન આપેલ જેથી ફરિયાદીએ અદાલતમાં ચેક રીટર્નની ફરિયાદ દાખલ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે તમામ દલીલો રેકર્ડ અને પુરાવાઓ ધ્યાને લઇ અને ફરિયાદ પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપીને 2 લાખ 50 હજાર પુરા ફરિયાદીને વળતર તરીકે ચૂકવવા અને 2 વર્ષની જેલની સજાનો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં ફરિયાદ પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા તથા આસી. નિતેશ મુછડીયા રોકાયા હતાં.