Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરચેક રિર્ટન કેસમાં મહિલાને પાંચ માસની સજા

ચેક રિર્ટન કેસમાં મહિલાને પાંચ માસની સજા

- Advertisement -

ફરિયાદી વારાહી ફાઇનાન્સના પ્રોપરાઇટર સુનિલ નવિનચંદ્ર ગોરી અને આ કામના આરોપી મધુબેન પ્રેમજીભાઇ વાઘેલા કે, જેઓ ફરિયાદી સાથે ઓળખાણ, પરિચય અને સંબંધ હોય જેથી નાણાની જરુરીયાત ઉપસ્થિત થતાં આ કામના ફરિયાદી પાસેથી અંગત લોન રૂા. 50,000 લીધી હતી અને આ રકમની પરત ચૂકવણી કરવા યુનિયન બેંક ઓફ ઇન્ડિયા જામનગર મ્યુ. કોર્પોરેશન શાખાનો રૂા. 50,000ના ચેક આપ્યો હતો.

- Advertisement -

જેથી ફરિયાદી દ્વારા આરોપીની સૂચના મુજબ ચેક તેમની બેંકમાં રજૂ કરતાં ફંડસ ઇન્સફીસીયન્ટ ના શેરા પરત ફરેલ હોય અને આ કામના ફરિયાદીને તેમની કાયદેસરની રકમ મેળવેલ ન હોય અને પોતાના નાણા પરત મેળવવા માટે આ કામના ફરિયાદી દ્વારા આરોપીને લીગલ નોટીસ મોકલાવેલ જે નોટીસ આરોપીને બજી ગયેલ છતાં આજદિન સુધી કોઇ જવાબ આપેલ ન હતો કે, ફરિયાદીની લેણી રકમ ચૂકવેલ ન હતી.

જેથી ફરિયાદી દ્વારા પોતાની લેણી રકમ પરત મેળવવા જામનગરની કોર્ટમાં ફરિયાદી દ્વારા આરોપી વિરુધ્ધ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. જે કોર્ટમાં ચાલી જતાં આ ચેક રિર્ટનની ફરિયાદ સમય મર્યાદામાં કાયદેસરની સાચી હોય અને ફરિયાદપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓ તથા સમગ્ર ટ્રાયલ ધ્યાને લઇ જામનગરની કોર્ટે આ કામના આરોપી મધુબેન પ્રેમજીભાઇ વાઘેલાને તકસીરવાર ઠરાવીને પાંચ માસની સજા તથા રૂા. 50,000નો દંડ ચૂકવી આપવાનો અને જો દંડની રકમ ન ભરે તો વધુ પંદર દિવસની કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કામે ફરિયાદી તરફે જામનગરના યુવા ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા તથા નિરલ વી. ઝાલા તથા હરપાલસિંહ પી. ઝાલા તથા સત્યજીતસિંહ પી. જાડેજા રોકાયેલા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular