Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરચેક રીટર્નના કેસમાં મહિલાને એક વર્ષની જેલ

ચેક રીટર્નના કેસમાં મહિલાને એક વર્ષની જેલ

- Advertisement -

જામનગર ગોકુલનગરમાં રહેતા નિર્મળસિંહ હેમતસિંહ જાડેજા પાસેથી વસંતબેન સુખદેવભાઇ તંબોલીયા નામની મહિલાએ રૂા. 5,10,000 સંબંધદાવે લીધા હતા જે રકમની પરત ચૂકણવી માટે વસંતબેન દ્વારા રૂા. પ,10,000નો બેંક ઓફ ઇન્ડિયા જામનગરનો ચેક આપ્યો હતો. જે ચેક નિર્મળસિંહ દ્વારા પોતાના ખાતામાં ભરતાં નાણાંના અભાવે પરત ફરતા નિર્મળસિંહ દ્વારા પોતાના વકીલ મારફત નોટિસ આપી હતી. જે નોટિસ બજી જવા છતાં ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા જામનગરની અદાલતમાં ધી નેગોશિએબલ ઇન્સ્ટ્રુભમેન્ટ એકટની કમ 138 મુજબ કેસ દાખલ કર્યો હતો. જે કેસ જામનગર એડિશનલ ચીફ જયુડિશયીલ આર.બી. ગોસાઇની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી મહિલા વસંતબેનને એક વરસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. તથા રૂા. 5000નો દંડ કરેલ દંડની રકમ ભરપાઇ કરવામાં નિષ્ફળ જાય તો દસ દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

- Advertisement -

ફરિયાદી તરફે વકીલ ભાવેશ બી. સોનગરા, પ્રકાશ બી. કંટારીયા, તેજલ જે. વીસાવડિયા, પાર્વતી ખીમસુરીયા રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular