લાલપુર તાલુકાના પીપરી ગામમાં રહેતાં મહિલાનું કેન્સરની બીમારી સબબ તબિયત લથડતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના પીપરી ગામમાં રહેતી અને ઘરકામ કરતી જશુબેન ચમનભાઈ મકવાણા (ઉ.વ.45) નામના મહિલાને પેટના કેન્સરની બીમારી થઈ હતી અને આ દરમિયાન ગત. તા.20 માર્ચના રોજ તબિયત લથડતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું રવિવારે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ ચમનભાઈ દ્વારા જાણ કરાતા હેકો ટી બી જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.