Saturday, September 14, 2024
Homeરાજ્યજામનગરભુલથી ઝેરી પાણી પી જતાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ

ભુલથી ઝેરી પાણી પી જતાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ

- Advertisement -

જામનગરના ધુંવાવ હાઉસીંગ બોર્ડમાં રહેતાં મહિલા ભૂલથી ઝેરી પાણી પી જતા સારવાર દમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, મૂળ જોડિયા તાલુકાના ખીરી ગામના હાલમાં ધુંવાવ હાઉસીંગ બોર્ડમાં રહેતાં ભાનુબેન સોમાભાઇ વાઘેલા (ઉ.વ.30) નામના મહિલા તથા તેમના પત્ની સોમાભાઈ ગત તા.18 ના રોજ બપોરના સમયે ખીરી ગામની સીમમાં તાળી કાપવા ગયા હતાં. આ દરમિયાન ભાનુબેનને તરસ લાગતા ભુલથી ડબ્બામાં રહેલ કોઇ ઝેરી પાણી / એસિડ વાળુ પાણી પી જતા તેઓ બીમાર પડતા દ્વારકા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ધારશીભાઈ દ્વારા જાણ કરાતા જોડિયાના હેકો એન.એમ. ભીમાણી સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular