Thursday, April 18, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં મહિલાનું બીમારી સબબ મૃત્યુ

જામનગર શહેરમાં મહિલાનું બીમારી સબબ મૃત્યુ

નાની વાવડી ગામમાં ઈજાગ્રસ્ત પ્રૌઢાનું મોત: મૃતકની ઓળખ મેળવવા પોલીસ દ્વારા કાર્યવાહી : ખંભાલિડામાં યુવાનનો ઝેરી દવા પી આપઘાત

- Advertisement -

જામનગર શહેરમાં હરિયા સ્કૂલ સામેના વિસ્તારમાં રહેતાં મહિલાનું ટીબી અને ફેફસાંની બીમારી સબબ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના નાની વાવડી ગામમાં જવાના માર્ગ પરથી કોઇપણ કારણસર ઈજા પહોંચેલ અજાણી પ્રૌઢાનું મોત નિપજ્યાના બનાવમાં પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. જામનગર જિલ્લામાં ખંભાલીડા ગામે રહેતા અને મજૂરી કામ કરતાં યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં સારવારમાં ખસેડાતા સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં હરિયા સ્કુલ સામે આવેલી મકવાણા સોસાયટી શેરી નં. 5 માં રહેતાં અસ્મિતાબા મહિપતસિંહ જાડેજા (ઉ.વ.30) નામના મહિલાને ટી બી અને ફેફસાંની બીમારી હોય જે સબબ તબિયત લથડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું રવિવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની છત્રપાલસિંહ દ્વારા જાણ કરાતા હેકો પી. બી. ખોલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, કાલાવડ તાલુકાના નાની વાવડી ગામમાં જૂના માર્ગ પાસેથી આશરે 55 વર્ષના અજાણ્યા પ્રૌઢાને કોઇ કારણસર કપાળના ભાગે અને જમણા પગમાં ગંભીર ઈજા પહોંચવાથી બેશુદ્ધ હાલતમાં મળી આવ્યાની ધર્મેન્દ્રભાઈ ચરકોટ દ્વારા જાણ કરાતા પીએસઆઈ વાય. આર. જોશી તથા સ્ટાફે પ્રૌઢાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. ત્યારબાદ પોલીસે મૃતક પ્રૌઢાની ઓળખ મેળવવા અને મોત કયા કારણોસર થયું તે અંગેની તપાસ માટે ચક્રો ગતિમાન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામનગર જિલ્લાના ખંભાલીડા ગામમાં રહેતા અને મજૂરીકામ કરતાં રણજીતભાઈ મેથુભાઈ ગણાવા (ઉ.વ.25) નામના યુવાન તેના ખેતરમાં કપાસના પાકમાં રહેલ ઘાસમાં દવા છાંટતા કોઈ પણ અગમ્ય કારણોસર ઝેરી જંતુનાશક દવા પી જતાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજયાનું તબિબોએ જણાવ્યું હતું. આ અંગે મૃતકના પત્ની વર્ષાબેન રણજીતભાઈ ગણાવા દ્વારા પોલીસને જાણ કરતાં હેકો. સી.જે.જાડેજા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular