લાલપુર તાલુકાના વડપાંચસરા ગામમાં રહેતાં મહિલા તાવમાં પટકાયા હતા અને આ દરમ્યાન તેણીના ઘરે લાઇટ ન હોવાથી અંધારામાં તાવની દવાને બદલે ઝેરી દવા પી જતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ લાલપુર તાલુકાના વડપાચસરા ગામમાં રહેતાં કનીબેન રામાભાઇ ઝાપડા (ઉ.વ.41) નામના ભરવાડ મહિલાને થોડાં દિવસથી તાવ આવતો હતો અને તેની સારવાર ચાલુ હતી. શુક્રવારે તેના ઘરે લાઇટ ન હોવાથી તે દરમ્યાન તાવની દવા ના બદલે ખેતીમાં ઉપયોગમાં લેવાતી દવા ભૂલથી તાવની દવા સમજીને પી જતાં વિપરીત અસર થવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણના આધારે હેકો. એસ.કે.જાડેજા તથા સ્ટાફે મૃતકના પતી રામાભાઇનું નિવેદન નોંધી મૃતદેહને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથધરી હતી.
વડપાંચસરામાં તાવને બદલે ઝેરી દવા પી જતાં મહિલાનું મોત
લાઇટ ન હોવાથી તાવને બદલે ઝેરી દવા પી ગયા: સારવાર દરમ્યાન મૃત્યુ: પોલીસ દ્વારા કાર્યવાહી