Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરએરફોર્સમાં મજૂરી કામ કરતી મહિલાનું બીજા માળે પટકાતા મોત

એરફોર્સમાં મજૂરી કામ કરતી મહિલાનું બીજા માળે પટકાતા મોત

સપ્તાહ પૂર્વે અકસ્માત: હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કાર્યવાહી : મીઠોઇના બસ સ્ટોપ પરથી યુવાનનો મૃતદેહ સાંપડયો : ઓળખ મેળવવા પોલીસ દ્વારા તજવીજ

- Advertisement -

જામજોધપુર તાલુકાના સમાણા ગામ નજીક એરફોર્સના રડાર બિલ્ડિંગમાં બાંધકામ સ્થળે મજૂરી કરતી મહિલાનો બીજા માળેથી પગ લપસતા નીચે પટકાતા ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેણીનું મોત નિપજ્યું હતું. જામનગર જિલ્લાના મીઠોઇ ગામના પાટીયા પાસે આવેલા બસ સ્ટોપ પર અજાણ્યા પુરૂષનું બેશુધ્ધ થઈ જતાં મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સમાણા ગામ પાસે આવેલા એરફોર્સ વિસ્તારમાં રડાર બિલ્ડિંગનું બાંધકામ ચાલુ હતું તે સ્થળે બીજા માળે મજૂરી કામ કરતી ગીતાબેન પાલાભાઈ પરમાર (ઉ.વ.39) નામની મહિલા ગત તા.29 સપ્ટેમ્બરના દિવસે મજૂરી કામ કરતી હતી તે દરમિયાન અકસ્માતે પગ લપસી જતા મહિલા બીજા માળેથી નીચે પટકાઈ હતી અને ત્યારબાદ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર કારગત નીવડે તે પહેલાં મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ પાલાભાઈ પરમાર દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર જિલ્લાના મીઠોઇ ગામના પાટીયા પાસે આવેલા બસ સ્ટોપ પર ગુરૂવારે બપોરના સમયે આશરે 35 વર્ષનો અજાણ્યો યુવાન બેશુધ્ધ હાલતમાં પડયો હોવાની સિધ્ધરાજસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા હેકો એલ. જી. જાડેજા તથા સ્ટાફે બેશુધ્ધ યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબોએ યુવાનનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. જેથી પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતક યુવાનની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular