ઓખા મંડળના કોસ્ટ ગાર્ડ કોલોની ક્વાર્ટરમાં રહેતા અને મૂળ હરિયાણા રાજ્યના જજર જિલ્લાના મૂળ વતની એવા કમલેશદેવી વિજેન્દ્રસિંગ જાટ નામના 51 વર્ષના મહિલા ગુરુવારે મોડી રાત્રીના સમયે મીઠાપુર નજીકથી પસાર થતા રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવી જતા ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ ઓખા કોસ્ટ ગાર્ડ કોલોનીમાં રહેતા સુંદરલાલ વિજેન્દ્રસિંગ જાટ (ઉ.વ. 28) એ મીઠાપુર પોલીસને કરી છે.