જામનગર શહેરના સુભાષ માર્કેટ પાસેના ભોઇવાડામાં રહેતા મહિલાએ તેના ઘરે કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં સુભાષ માર્કેટ પાસે આવેલા ભોઇવાડા વિસ્તારમાં રહેતા નેહલબેન મહેતા (ઉ.વ.38) નામના મહિલાએ આજે સાંજે તેના ઘરે અગમ્ય કારણોસર પંખામાં દુપટ્ટાવડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આ અંગેની જાણ કરાતા પોલીસસ્ટાફ સ્થળપર પહોંચી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.