Monday, December 23, 2024
Homeબિઝનેસચોમાસાની સારી પ્રગતિ સાથે દેશની ઔદ્યોગિક - આર્થિક પ્રવૃતિમાં વૃદ્ધિ નોંધાતા ફંડોની...

ચોમાસાની સારી પ્રગતિ સાથે દેશની ઔદ્યોગિક – આર્થિક પ્રવૃતિમાં વૃદ્ધિ નોંધાતા ફંડોની સાર્વત્રિક લેવાલીએ ભારતીય શેરબજાર ઐતિહાસિક સપાટીએ…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૮.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૯૫૦.૬૩ સામે ૫૩૧૨૫.૯૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૩૦૮૮.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૯૯.૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૭૨.૭૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૩૮૨૩.૩૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૯૦૯.૦૦ સામે ૧૫૯૪૭.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૯૧૨.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૦.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪૧.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૧૫૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કોરોના સંક્રમણની ત્રીજી લહેર ફરી વિવિધ દેશોમાં વકરી રહ્યાના અને ભારતમાં પણ કેટલાક રાજયોમાં સંક્રમણ ફરી વધી રહ્યાના આંકડાના નેગેટીવ પરિબળ અને પીએસયુ બેંકોમાં ડિસઈન્વેસ્ટમેન્ટને આગામી વર્ષ સુધી મોકૂફ રાખવામાં આવ્યાના અહેવાલ છતાં કોર્પેોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૧ના અંતના પ્રથમ ત્રિમાસિકના પરિણામોની સીઝન એકંદર સારી નીવડી રહી હોવા સાથે ચોમાસાની સારી પ્રગતિએ ફોરન થતાં સ્થાનિક ફંડો દ્વારા શેરોમાં આક્રમક લેવાલી કરતાં બીએસઇ સેન્સેક્સે ૫૩૮૮૭ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૬૧૬૨ પોઈન્ટની નવી ઐતિહાસિક ટોચ બનાવી વિક્રમ સર્જયો હતો.

- Advertisement -

કોરોના સંક્રમણની બીજી લહેર બાદ હવે ત્રીજા લહેર પૂર્વે કેન્દ્ર અને રાજયો સરકારોએ આગોતરા સાવચેતીમાં તકેદારીના પગલાં લેવા માંડતાં અને આ ત્રીજી લહેર તુલનાત્મક બીજી લહેર ઘાતક નહીં રહેવાના અંદાજો વચ્ચે આર્થિક – ઔદ્યોગિક પ્રવૃતિ આગામી દિવસોમાં વધુ ધમધમવાના અંદાજોએ ફંડો દ્વારા આજે શેરોમાં સાર્વત્રિક તેજી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે ઐતિહાસિક સ્તરે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૦૫ અને વધનારની સંખ્યા ૧૭૪૦ રહી હતી, ૧૩૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૨૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશમાં કોરોના મહામારીની બીજી લહેર ઓછી થતાં અર્થતંત્ર ફરી પાટે ચઢી રહ્યું છે. સ્થાનિક તથા વિદેશની બજારોમાં માંગ વધતા જુલાઈ માસમાં ભારતનો ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ વૃધ્ધિ સાથે ત્રણ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે. આઈએચએસ માર્કિટ દ્વારા તૈયાર કરાયેલ ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ જે જુન માસમાં ૪૮.૧૦ હતો તે જુલાઈ માસમાં વધીને ૫૫.૩૦ રહ્યો હતો. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવાય છે. નવા વેપાર તથા કોરોનાને લગતા નિયમો હળવા અને વેપાર કામકાજમાં સુધારો થતાં સર્વેમાં ભાગ લેનારી કંપનીઓમાંથી ૩૩% કંપનીઓએ ઉત્પાદનમાં ઝડપી ગતિએ વૃદ્ધિ દર્શાવી છે.

અર્થતંત્રની રિકવરીનો વધુ એક પુરાવો દેશના બેરોજગારીના આંકડા આપી રહ્યાં છે. જુલાઈ માસમાં ભારતનો બેરોજગારી દર ચાર મહિનામાં સૌથી નીચલા સ્તર પર રહ્યો છે. દેશમાં જીએસટી અને સેલ્સ ટેક્સ કલેકશન, માંગમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે સાથે સ્થિતિ સુધરી રહી છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ભારતના વિકાસદરનું અનુમાન ઘટાડીને ૯.૫% કર્યું હતુ, જે દેશની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અનુમાનની સાપેક્ષે જ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દેશના અર્થતંત્રને સહારો આપવા માટે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી વ્યાજદર રેકોર્ડ નીચલા લેવલે યથાવત રાખ્યાં છે. આગામી દિવસોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા થનારી ધિરાણ નીતિની સમીક્ષામાં પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૦૪.૦૮.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૩.૦૮.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૧૫૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૬૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૬૧૮૮ પોઈન્ટ થી ૧૬૨૦૨ પોઈન્ટ ૧૬૨૧૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૩.૦૮.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૨૯૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૫૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૨૦૨ પોઈન્ટ થી ૩૫૦૮૮ પોઈન્ટ, ૩૪૯૦૯ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૦૯૪ ) :- ઇન્ટીગ્રેટેડ ઓઇલ & ગેસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૧૦ થી રૂ.૨૧૨૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • બાટા ઇન્ડિયા ( ૧૬૮૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૫૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૦૭ થી રૂ.૧૭૧૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૨૩૪ ) :- રૂ.૧૨૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૧૯૦ ના બીજા સપોર્ટથી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૫૩ થી રૂ.૧૨૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • રામકો સિમેન્ટ ( ૧૧૧૨ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૩૭ થી રૂ.૧૧૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૯૨૫ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૦૯ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૪૪ થી રૂ.૯૫૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૬૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિયલ્ટી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૩૦ થી રૂ.૧૬૧૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૪૧૩ ) :- રૂ.૧૪૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૫૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૦૩૭ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૬૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૨૨ થી રૂ.૧૦૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૭૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૨૮ થી રૂ.૮૧૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૫૮૦ ) :- ૬૦૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૧૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૬૬ થી રૂ.૫૫૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular