Thursday, May 30, 2024
Homeબિઝનેસશેરબજારમાં સાવધાનીના વલણ સાથે અફડા તફડીનો માહોલ યથાવત્...!!

શેરબજારમાં સાવધાનીના વલણ સાથે અફડા તફડીનો માહોલ યથાવત્…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૨.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૧૩૦૯.૩૯ સામે ૫૧૧૬૫.૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૧૫૭.૩૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૫.૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૨.૧૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૫૩૧.૫૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૧૧૯.૫૫ સામે ૧૫૦૯૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૦૭૫.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૬.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૫.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૧૯૫.૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

કેન્દ્રિય બજેટથી ભારતીય શેરબજારોમાં શરૂ થયેલો વિક્રમી તેજીનો નવો દોર સામાન્ય અફડાતફડી બાદ સતત જળવાઈ રહીને બજારના મહારથીઓ, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા નીચા મથાળેથી ખરીદીએ આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. બજેટમાં પ્રોત્સાહનોની સાથે કોર્પોરેટ પરિણામોની સીઝન આ વખતે અપેક્ષાથી એકંદર સારી પૂરવાર થઈ રહી હોઈ ફંડોએ શેરોમાં રીવેલ્યુએશન સાથે રીરેટીંગ કરવા લાગતાં વેલ્યુબાઈંગ જોવાયું હતું.

- Advertisement -

કેન્દ્રિય બજેટ બાદ ભારતીય શેરબજારમાં સતત તેજી જોવા મળ્યા બાદ ગઇકાલે થંભી ગઇ હતી અને સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ વૈશ્વિક શેરબજારો તેજી સાથે આજે ભારતીય શેરબજારમાં શરૂઆતી તબક્કામાં તેજી જોવા મળી હતી. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા જાન્યુઆરી માસમાં સતત ચોથા મહિને ભારતીય શેરબજારના ઇક્વિટી સેગમેન્ટમાં જંગી રોકાણ થતાં અને ચાલુ મહિને પણ આ વખતે કેન્દ્રિય બજેટમાં ઉદ્યોગ જગતને વધુ પ્રોત્સાહનોની જોગવાઈઓ જાહેર થતાં ફોરેન ફંડોની સતત ખરીદી ચાલુ રહેતા માર્કેટ સેન્ટિમેન્ટ સતત પોઝિટિવ જોવા મળી રહ્યું છે.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રીયલ, ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, પાવર અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૬૧ અને વધનારની સંખ્યા ૧૭૨૫ રહી હતી, ૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વિશ્વને હચમચાવી મૂકનારા કોરોના વાઈરસના હજુ પણ વૈશ્વિક સ્તરે સંક્રમણ અને ભારતમાં પણ નવા વેવમાં સ્થિતિ નાજુક હોવા સાથે કૃષિ સુધારા મામલે ખેડૂતોના આંદોલન વચ્ચે પરિસ્થિતિ સ્ફોટક હોવા છતાં આર્થિક સુધારા મામલે કેન્દ્ર સરકાર મક્કમ હોઈ ભારતીય શેરબજારમાં ફોરેન ફંડોનો અવિરત ખરીદી યથાવત રહેતા સેન્સેક્સ – નિફટીમાં ઐતિહાસિક તેજી તરફી ચાલ ચાલુ રહી છે. કોરોના મહામારીના અંત માટે વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. આ સાથે કેન્દ્રિય બજેટના પ્રોત્સાહનોથી આગામી દિવસોમાં દેશની ઇકોનોમીમાં સુધારો જોવાશે, પરંતુ વૈશ્વિક સ્તરે કોરોનાના કેસનું સંકટ હજી યથાવત્ રહેતા ભારતીય શેરબજારમાં અત્યારે ઓવરબોટ પોઝિશનની સ્થિતિ જોવાઈ રહી છે ત્યારે હજુ આ વિક્રમી તેજીની દોટમાં શેરોમાં ઉછાળે ખરીદીમાં સાવચેતી ખૂબ જ જરૂરી બની રહેશે.

કોરોના મહામારીથી હજુ વિશ્વ ત્રસ્ત છે ત્યારે યુરોપના દેશો સહિતમાં નવા સંક્રમણને લઈ થઈ રહેલી ચિંતા સામે કોરોના વેક્સિનના ડેવલપમેન્ટમાં સારી પ્રગતિ બાદ હવે વિશ્વભરમાં વેક્સિનેશન પ્રોગ્રામ ઝડપી અમલી બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે તેજીના સતત નવા વિક્રમો સર્જતા રહેનાર ભારતીય શેરબજારમાં તેજીને વિરામ આપવાની સાથે બજારની તંદુરસ્તી માટે જરૂરી કરેકશનની શક્યતા નકારી ના શકાય.

તા.૧૨.૦૨.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૧.૦૨.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૧૯૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૧૫૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૧૩૩ પોઈન્ટ થી ૧૫૦૮૮ પોઈન્ટ ૧૫૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૧.૦૨.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૮૫૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૩૬૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૭૩૭ પોઈન્ટ થી ૩૫૬૦૬ પોઈન્ટ, ૩૫૪૭૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એશિયન પેઈન્ટ ( ૨૫૧૩ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૪૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૪૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૫૪૭ થી રૂ.૨૫૬૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૫૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • કોટક બેન્ક ( ૧૯૬૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૯૧૯ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૭૭ થી રૂ.૧૯૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • એસીસી લિમિટેડ ( ૧૭૬૨ ) :- રૂ.૧૭૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૭૧૭ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૮૪ થી રૂ.૧૮૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ગોદરેજ પ્રોપર્ટી ( ૧૪૮૩ ) :- રિયલ્ટી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૦૩ થી રૂ.૧૫૧૫ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ફાર્મા ( ૬૪૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૫૬ થી રૂ.૬૬૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૦૬૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ટિગ્રેટેડ ઓઇલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૯૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૦૪૪ થી રૂ.૨૦૨૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ઈન્ડીગો ( ૧૬૪૮ ) :- રૂ.૧૬૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૯૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૬૨૬ થી રૂ.૧૬૦૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૦૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૨૩૯ ) : સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૬૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૨૨ થી રૂ.૧૨૧૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ટેક મહિન્દ્ર ( ૯૮૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૦૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૭૭ થી રૂ.૯૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૮૫૯ ) :-૮૭૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૮૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૮૪૪ થી રૂ.૮૩૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૯૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular