શેરબજાર આજે 51,031.39ની નવી ઊંચાઈ પર ખુલ્યું છે. 30 શેરોવાળાં BSEનો પ્રમુક ઈન્ડેક્સ સેન્સેક્સ આજે 417 અંકોની તેજી સાથે 51,031ના સ્તરે ખુલ્યો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 73.30 અંકો વધીને 14,968.95થી પોતાના કારોબારની શરૂઆત કરી હતી. શરૂઆતી કારોબારમાં SBI, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, NTPC, ICICI , એશિયન પેઈન્ટ્સ સહિત મોટા ભાગના સ્ટોક્સ ગ્રીન સિગ્નલ પર હતા.
RBIના એલાન પહેલાં બેંક અને ફાયનાન્શિય શેરોમાં જોરદાર રેલી છે. નિફ્ટી બેંક ઈન્ડેક્સ 2.5 ટકા તો PSU બેંક ઈન્ડેક્સ લગભગ 8 ટકા મજબૂત થયા છે. SBIમાં ત્રિમાસિક પરિણામો બાદ લગભગ 10 ટકાની તેજી જોવા મળી છે. ગુરુવારની વાત કરીએ તો પ્રમુખ ત્રણે અમેરિકી બજારો વધારા સાથે બંધ થયા હતા. તો 5 ફેબ્રુઆરીએ એશિયાઈ બજારોમાં તેજી જોવા મળી છે.
આ પહેલાં સતત ચાર દિવસથી શેર બજાર તેજી સાથે બંધ થયું છે. બજેટ પહેલાં શેરબજારમાં સતત 6 દિવસનો ઘટાડો આવ્યો હતો. પણ બજેટ બાદથી તેમાં સતત તેજી જોવા મળી રહી છે.