Saturday, July 27, 2024
Homeઆંતરરાષ્ટ્રીયખેડૂતોના મામલામાં દેશી તથા વિદેશી સિતારાઓની ‘સ્ટાર વોર’ !

ખેડૂતોના મામલામાં દેશી તથા વિદેશી સિતારાઓની ‘સ્ટાર વોર’ !

- Advertisement -

ખેડૂત આંદોલનને લઈને ટ્વિટર પર રીતસરનું યુદ્ધ છેડાઈ ગયું છે. કેટલાક લોકો ઈંટરનેશનલ પોપ સ્ટાર રિહાના અને સ્વિડનની પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ ના સમર્થનમાં ટ્વિટ કરી રહ્યાં છે તો કેટલાક તેમને નિશાન બનાવી આકરી ઝાટકણી કાઢી રહ્યાં છે. હવે અમેરિકાની એક જાણીતી અભિનેત્રી એ પણ ખેડૂત અંદોલન મુદ્દે ઝંપલાવ્યું છે.

- Advertisement -

અમેરિકાની જાણીતી અભિનેત્રી અમાંડા સર્નીએ પણ આ મામલે ટ્વિટ કર્યું છે. તેને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ પર સવાલ ઉઠાવવા બદલ બોલિવૂડના દિગ્ગજ કલાકારોની ટીકા કરી છે.

ખેડૂત આંદોલનને લઈને આંતરરાષ્ટ્રીય સ્તર પર થઈ રહેલી નિવેદનબાજીને લઈને બોલિવૂડ સ્ટાર કરણ જોહર, અક્ષય કુમાર, અજય દેવગન, ક્રિકેટર સચિન તેંડુલકર, વિરાટ કોહલી, અનિલ કુંબલે, રવિ શાસ્ત્રી, રોહિત શર્માએ દુષ્પ્રચાર ગણાવ્યો હતો. તેમણે દેશવાસીઓને એકજુથ રહેવાની અપીલ કરતા કહ્યું હતું કે, આપણે વિદેશી દુષ્પ્રચાર પર ધ્યાન ના આપવું જોઈએ. તેના જવાબમાં અમેરિકાની અભિનેત્રી અમાંડા સર્નીએ ટ્વિટ કર્યું છે.

- Advertisement -

અમાંડા સર્નીએ ટ્વિટ પર લખ્યું હ્તું કે, આ મુર્ખાઓને આ પ્રોપેગેંડા લખવા માટે કોને હાયર કર્યા છે જે એમ કહી રહ્યાં છે કે, આ હસ્તીઓ ભારતને તોડવા માટેનું ષડયંત્ર રચી રહી છે અને તેના માટે તેમને પૈસા પણ મળી રહ્યાં છે? કંઈક તો વિચારો. કમ સે કમ આને તો થોડુ રિયાલિસ્ટિક રાખતા. આ ટ્વિટ બદલ અમેરિકી અભિનેત્રીને બરાબરની ટ્રોલ કરવામાં આવી રહી છે પણ અભિનેત્રી પોતાના વલણ પર અક્કડ છે.

અમાંડાએ પોતાના એક ટ્વિટમાં લખ્યું હતું કે, શું તમારૂ એમ માનવું છે કે, રિહાના અમીર નથી અને તેમને ખેડૂતોના સમર્થનમાં લખવાના પૈસા આપવામાં આવી રહ્યાં છે? જો આ સાચુ હોય તો હું પણ ઈચ્છીશ કે ખેડૂતોના સમર્થનમાં બોલવાના બદલામાં મારા પર પણ આવા જ આરોપ લગાવવામાં આવે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, સૌથી પહેલા અમેરિકાની રિહાના અને સ્વિડનની ગ્રેટા થનબર્ગની સાથો સાથ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની ભાણી મીના હેરિસે પણ ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular