દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે મંગળવારે સૌથી વધુ વરસાદ કલ્યાણપુર તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સાત ઈંચ સુધીના આ તોફાની વરસાદ સાથે વીજળીના ગાગડાટથી લોકો ભયભીત બની ગયા હતા.
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક પવનચક્કી પર ગત સાંજે ચાલુ વરસાદે વીજળી પડતા આ પવનચક્કીની એક પાંખ તૂટીને નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ પવનચક્કી કંપનીને નોંધપાત્ર નુકસાની વચ્ચે આ પવનચક્કી હાલ કામ કરતી બંધ થઈ ગઈ છે.