કાલાવડ તાલુકામાં પતિએ પત્નીની સાતમ-આઠમના તહેવાર કરવા જવા ના પાડતા પત્નીએ એસિડ ગટગટાવી જિંદગી ટૂંકાવી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકામાં હેલીપેડ સોસાયટી પીજીવીસીએલ સામે રહેતા પૂજાબેન વિજયભાઈ ધુડા (ઉ.વ.21) નામની યુવતીને આઠમનો તહેવાર કરવા પોતાના પિયર જવું હતું. પરંતુ તેના પતિ વિજયભાઇ દ્વારા પોતાના ઘરે જવાની ના પાડતા તેનું મનમાં લાગી આવતા પૂજાબેનએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. આ અંગે મનિષાબેન દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.