Monday, December 23, 2024
Homeરાજ્યજોગવડમાં પતિ સાથેના ઝઘડાનું લાગી આવતા પત્નીની આત્મહત્યા

જોગવડમાં પતિ સાથેના ઝઘડાનું લાગી આવતા પત્નીની આત્મહત્યા

રીક્ષા ચલાવવા બાબતે દંપતી વચ્ચે અવાર-નવાર બોલાચાલી : મનમાં લાગી આવતા પત્નીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રાણીશીપ વિસ્તારમાં રહેતી યુવતીએ તેણીના પતિ સાથે થતા અવાર-નવાર ઝઘડા અને બોલાચાલીનું મનમાં લાગી આવતા તેના ઘરે દુપટ્ટા વડે બારીમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રાણીશીપ વિસ્તારમાં રહેતા નીતાબેન ધનજીભાઈ વાઘ (ઉ.વ.31) નામની યુવતીને તેણીના પતિ ધનજીભાઇ સાથે અવાર-નવાર પતિની વાસ્પા રિક્ષા ઘરની સામેની ગલીમાં નહીં ચલાવવા અને બીજી ગલીમાં ચલાવવા બાબતે અવાર-નવાર દંપતી વચ્ચે બોલાચાલી થતી હતી અને આ બોલાચાલીનું મનમાં લાગી આવતા નીતાબેને મંગળવારે સાંજના સમયે તેના ઘરનો દરવાજો અંદરથી બંધ કરી બારીમા દુપટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પતિ ધનજીભાઈ દ્વારા જાણ કરાતા હેકો આઈ.ડી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular