સુપ્રિમ કોર્ટમાં સીબીઆઇ ડિરેકટર અંગે એક અરજીના અનુસંધાને ગઇકાલે શુક્રવારે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ મોકલી એ જાણવાની ઇચ્છા વ્યકત કરી છે કે, સીબીઆઇમાં રેગ્યુલર ડિરેકટર નિમવા અંગેની પ્રક્રિયા કઇ રીતે આગળ વધી રહી છે? આ ઉપરાંત અરજીમાં એવી પણ માંગણી કરવામાં આવી છે કે, સીબીઆઇમાં રેગ્યુલર ડિરેકટરની નિમણુક કરવાની પ્રક્રિયા સરકાર એડવાન્સમાં સંપન્ન કરે એ પ્રકારનું માર્ગદર્શન સુપ્રિમ કોર્ટે સરકારને આપવું જોઇએ.
કોમન કોઝ નામની એક એનજીઓએ આ અરજી કરી છે. અરજીમાં એમ જણાવાયું છે કે, દિલ્હી સ્પે.પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એકટની કલમ 04-એ મુજબ કેન્દ્ર સરકાર સીબીઆઇમાં રેગ્યુલર ડિરેકટરની નિમણુંક કરવાની નિષ્ફળ નિવળી છે. સીબીઆઇના ઋષિકૂમાર શૂકલાની ટર્મ બીજી ફેબ્રુઆરીએ પૂર્ણ થઇ છે.
એનજીઓ વતી એડવોકેટ પ્રશાંત ભૂષણે કહ્યું છે કે, રેગ્યુલર ડિરેકટરની ગેરહાજરીમાં સીબીઆઇની કામગીરીને અસરો થઇ રહી છે અને કોર્ટ ધારેતો આવતા સપ્તાહે આ મેટરની સુનાવણી કરી શકે. તેના જવાબમાં અદાલતે કહ્યું કે, આવતા સપ્તાહે અદાલત પાસે સમય ન હોય. 15 દિવસ પછી આ મેટર હાથ ધરવામાં આવશે. વકીલે જણાવ્યું કે, અદાલતે સરકારને સિલેકશન કમિટીની બેઠક અંગે ક્ધવે કરવી જોઇએ. જેના જવાબમાં અદાલતે કહ્યું કે, અમે સુનાવણી કરીશું અને સરકારને નોટીસ મોકલાવી રહ્યા છીએ.
આ અરજીમાં એમ પણ જણાવાયું છે કે, સીબીઆઇના રેગ્યુલર ડિરેકટરની ટર્મ પૂરી થાય એ પહેલાં સરકાર નવી નિમણુક માટેની પ્રક્રિયા એડવાન્સમાં સંપન્ન કરે એ પ્રકારનો નિર્દેશ અદાલતે સરકારને આપવો જોઇએ.