Friday, January 10, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં સરકારી આવાસ બે વર્ષથી ખાલી કેમ રહે છે ? - VIDEO

જામનગરમાં સરકારી આવાસ બે વર્ષથી ખાલી કેમ રહે છે ? – VIDEO

- Advertisement -

જામનગર મહાનગર પાલિકા દ્વારા જુદી-જુદી જગ્યા પર બનાવેલા 156 આવાસ બે વર્ષથી ખાલી પડયા છે. મહાનગરપાલિકા દ્વારા આવાસની ખરીદી કરવા માટે અરજીઓ માંગવામાં આવે છે પરંતુ મહાનગરપાલિકાના આવાસ ખરીદૃીમાં લોકો ઉત્સાહ દૃર્શાવતા નથી. જેએમસી દ્વારા વારંવાર અવસોનું વેચાણ કરવા માટે પ્રયત્નો કરવામાં આવે પરંતુ પ્રયત્નો નિષ્ફળ રહૃાા છે. અરજદૃારો વારંવાર ફોર્મ ભર્યા બાદ કેન્સલ કરાવી રહૃાા છે. બીજી તરફ મનપાના અધિકારીઓ લૂલો બચાવ કરી રહૃાા છે.

- Advertisement -

જામનગર મહાનગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મયુરનગર મેઇન રોડ વામ્બે આવાસ યોજના બાજુમાં, એમ.પી.શાહ ઉધોગનગર પાછળ, હાપા પેટ્રોલ પંપ પાછળ વન બેડરૂમ હોલ કીચન અને ટુ બેડરૂમ હોલ કીચનના ફલેટ બનાવામાં આવ્યા છે. આ યોજના બે વર્ષ કરતા વધુ સમયથી પૂર્ણ થઇ ગઇ છે. આમ છતાં ચાર આવાસ યોજનામાં નવાનકોર 156 ફલેટ ખાલી પડયા છે.જામનગર મનપા દ્વારા ખાલી પડેલા ફલેટ માટે છાશવારે અરજીઓ મંગાવામાં આવે છે. પરંતુ અરજદારો ફોર્મ ભર્યા બાદૃ કેન્સલ કરાવી નાખતા હોય છે. આવાસ ખાલી પડયા હોવા છતાં મહાપાલિકાના અધિકારીઓ પોતાનો લૂલો બચાવ કરી રહૃાા છે. ખરા અર્થમાં આવાસના સ્થળ લોકોને પસંદ ન હોવાથી આ સમસ્યા સર્જાઇ છે. ત્યારે વધુ એક વખત મનપા દ્વારા આવાસ માટે અરજીઓ મંગાવામાં આવી છે.
જામનગરના મયુરનગર મેઇન રોડ પર 52 આવાસ ખાલી પાડયા છે તો ઉદ્યોગનગર પાછળ 70 આવાસ ખાલી પાડયા છે. વધુમાં હાપા પેટ્રોલ પંપ પાછળ 24 આવાસ સહિત કુલ ખાલી 156 આવાસનું કોઈ લેનાર ન હોય તેવો ઘાટ સર્જાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular