Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરરજૂઆત કરવા ગયેલા વૃદ્ધા ધ્રુસ્કે-ધ્રુસ્કે કેમ રડી પડ્યા...???

રજૂઆત કરવા ગયેલા વૃદ્ધા ધ્રુસ્કે-ધ્રુસ્કે કેમ રડી પડ્યા…???

- Advertisement -

જામનગર શહેર અને જીલ્લામાં આ વર્ષે ચોમાસાની સીઝન માં ભારે વરસાદના કારણે નીચાણ વાળા અનેક વિસ્તારોમાં 5 થી 6 ફૂટ પાણી ઘરોમાં ઘુસી જતા ગરીબ પરિવારોને પારાવાર નુકસાની થઇ હતી અને આ નુકસાની સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્તોને સહાય આપવાની મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ અસરગ્રસ્તોને હજી સુધી સહાયની રકમ મળી નથી જેમાં જામનગર શહેરના અસરગ્રસ્તો આજે પ્રાંત અધિકારીને રજૂઆત કરવા ગયા તે સમયે રજૂઆત ઉગ્ર બની જતા અધિકારી ચાલ્યા જતા અસરગ્રસ્ત વૃદ્ધા રડી પડતા અમારા જેવા ગરીબ માણસોનું કોણ સાંભળશે ? તેમ જણાવ્યું હતું.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગર શહેર અને જીલ્લામાં ગતવખતે ચોમાસાની સિઝનમાં પડેલા ભારે વરસાદને કારને શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં 5 થી 6 ફૂટ જેટલું પાણી ઘરોમાં ઘુસી ગયું હતું જેના કારણે ઘરમાં રહેલી ઘર વખરીનો સામાન પાણીમાં વહેણમાં તણાઇ જતાં અસંખ્ય પરિવારોને પારાવાર નુકશાની થઇ હતી. જામનગર સહિત સમગ્ર રાજયમાં ભારે વરસાદના કારણે મોટી તબાહી સર્જાઇ હતી. જેમાં રાજય સરકાર દ્વારા અસરગ્રસ્તોને સહાય આપવાની મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી. પરંતું સરકાર દ્વારા અસરગ્રસ્તોની સર્વે કામગીરી પૂર્ણ કરાયા બાદ અમુક અસરગ્રસ્તોને સહાય ચુકવવામાં આવી હતી. જેમાં જામનગર શહેરના અસંખ્ય અસરગ્રસ્તોની સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ આ કામગીરીમાં અનેક ક્ષતિઓ હોવાથી આ અસરગ્રસ્તો દ્વારા જામનગરના વહીવટી તંત્રને અવાર-નવાર રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા આ મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

- Advertisement -

દરમ્યાન આજે કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયાની આગેવાની હેઠળ અનેક અસરગ્રસ્તો કલેકટર કચેરી ખાતે પ્રાંત અધિકારી આસ્થા ડાંગરની ચેમ્બરમાં ધરણાં યોજી રજુઆત કરવા ગયા હતાં અને આ રજુઆત દરમ્યાન વાતાવરણ ઉગ્ર બની જતાં પ્રાંત અધિકારી ઓફિસ છોડીને જતાં રહ્યા હતાં. પ્રાંતઅધિકારી જતાં રહેતાં રજુઆત કરવા આવેલા ગરીબ વૃધ્ધા ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડયા હતાં અને રડતાં-રડતાં તેમણે જણાવ્યું હતું કે, ‘અમારા જેવા ગરીબ માણસોની વ્યથા અને મજબુરી કોઇ અધિકારી સાંભળતા નથી…’ તો અમારે કોને રજુઆત કરવી જેથી અમને થયેલી પારાવાર નુકસાનીનું વળતર રાજયસરકાર દ્વારા મળી શકે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular