હાઇકોર્ટે કહ્યું, શું ઈથેનોલ ભેળવેલા ડીઝલ- પેટ્રોલ પર 5 ટકાથી વધારે ટેક્સ ન લઈ શકાય? હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મોહમ્મદ રફીક અને જસ્ટીસ વિજય કુમાર શુક્લાની જબલપુર બેંચે એક જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા અરજી પર નોટિસ જારી કરી છે.
હકિકતમાં ડીઝલ -પેટ્રોલની વધતી કિંમતોને જબલપુર હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. એક જાહેર હિતની અરજીના માધ્યમથી નાગરિક ઉપભોક્તા મંચ જબલપુરના સંયોજક મનીષ શર્માએ પક્ષ રાખ્યો છે કે ઈથેનોલ મિશ્રિત ડીઝલ- પેટ્રોલ પર સરકારે 5 ટકા ટેક્સ લેવાનો નિયમ બનાવ્યો હતો. તેના પર 51 ટકા ટેક્સ વસૂલાઈ રહ્યો છે. આ મામલામાં ચીફ જસ્ટિસ તથા વિજય કુમાર શુક્લાની ડબલ બેંચમાં સુનાવણી થઈ.
અરજદારે જણાવ્યું કે હજાર મિલીલીટર પેટ્રોલમાં હાલના સમયમાં 7થી 10 ટકા એટલેકે 70થી 100 મિલીલીટર સુધી ઈથેનોલ ભેળવવામાં આવી રહ્યું છે. છતાં સરકાર પુરા 1 હજાર મિલી લીટર પર ટેક્સ લગાવી રહી છે. જ્યારે 51 ટકા ટેક્સ ફકત પેટ્રોલની માત્રા એટલે કે 900 મિલીલીટર પર વસૂલવો જોઈએ.
બાકી બચેલા ઈથેનોલની 60થી 100 મિલીલીટર માત્રા પર 5 ટકાથી વધારે ટેક્સ નહીં લેવો જોઈએ. પરંતુ એવું નથી થઈ રહ્યું જેથી લોકોને પેટ્રોલ મોંઘું મળી રહ્યું છે.આવનારા સમયમાં ઈથેનોલની માત્રા વધીને 300 મિલીલીટર સુધી પહોંચી જશે. પેટ્રોલ કંપનીઓ ઈથેનોલની માત્રા વધારતી જઈ રહી છે પરંતે તેને દર્શાવવામાં નથી આવી રહ્યું.
અરજકર્તા મનીષ શર્મા તરફથી વકીલ સુશાંત શ્રીવાસ્તવે પક્ષ રાખ્યો. આ અરજીમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય સહિત તમામ ઓઈલ કંપનીઓને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. વકીલ સુશાંતે દલીલ કરી કે 5 ટકા ટેક્સની જગ્યાએ 18 ટકા કેન્દ્ર સરકાર અને 33 ટકા ટેક્સ રાજ્ય સરકાર વસૂલી રહી છે. ઓઈલ કંપનીઓ તમામ 7થી 10 ઈથેનોલ ભેળવી રહી છે. આને 2025 સુધી 20 ટકા અને 2030 સુધી 30 ટકા સુધી લઈ જવાનો ટાર્ગેટ છે.
નિયમાનુસાર ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ- ડીઝલ પર માત્ર 5 ટકા ટેક્સ લેવામાં આવશે. તો સામાન્ય લોકોને 4થી 6 રુપિયા સસ્તુ ડીઝલ-પેટ્રોલ મળશે. સરકારે 10 વર્ષોમાં આના પર ખરબો રુપિયા વસૂલ્યા છે.