રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતાં યુધ્ધમાં યુક્રેનમાં અનેક ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હતાં. જેને પરત લાવવા ભારત સરકાર દ્વારા કાર્યવાહી કરાઇ હતી. ત્યારે યુક્રેનમાં ફસાયેલાં ભારતના વિદ્યાર્થીઓની પોલેન્ડ સરકાર દ્વારા સંભાળ રાખવામાં આવતાં જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા તેમનો આભાર વ્યકત કરવામાં આવ્યો છે.
યુક્રેનમાં યુદ્ધગ્રસ્ત વાતાવરણ વચ્ચે ભારતના અનેક વિદ્યાર્થીઓ ફસાયા છે. ત્યારે પોલેન્ડ સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓની દેખભાળ રાખવામાં આવી રહી છે. તેમજ ભારત સરકાર દ્વારા પણ આ વિદ્યાર્થીઓને પોલેન્ડ મારફત પરત લાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે જામનગરના રાજવી અને જામસાહેબ દ્વારા પોલેન્ડ સરકાર દ્વારા પોલેન્ડના રાજદૂત તેમજ પોલેન્ડના લોકોનો આ ભાર માન્યો છે અને આ યુદ્ધગ્રસ્ત વાતાવરણમાં ભારતના વિદ્યાર્થીઓની સલામતી અને સંભાળ રાખવા બદલ તેમને બિરદાવી પોલેન્ડ સરકારની કામગીરીને જામસાહેબ દ્વારા જન્મદિવસની ભેટ ગણાવી છે.