આપણા શાસ્ત્રો અને પુરાણોમાં નદીઓને લોકમાતા કહેવામાં આવી છે. વિશ્ર્વની તમામ પ્રાચિન સંસ્કૃતિપઓનો વિકાસ નદી કાંઠે જ થયો છે. નદીઓ આપણી જીવાદોરી છે. ત્યારે નદીઓની મહતા સમજી રાજય સરકારે રાજયમાં નદી ઉત્સવ ઉજવવાનો નિર્ણય કર્યો છે જે આવકાર્ય છે. રાજય સરકારનો સ્વચ્છ નદીનો આ અભિગમ કેટલીક નદીઓ પૂરતો મર્યાદિત ન રહે અને તેને છે ગામડાંઓ સુધી પહોંચાડવામાં આવે તે જરૂરી છે.
જામનગરની ભાગોળેથી પસાર થતી રંગમતિ અને નાગમતિ નદી પણ શહેરના સતાધિશોને નદી ઉત્સવ માટે પોકારી રહી છે.પ્રદુષણ અને અતિક્રમણનો ભોગ બનેલી આપણી લોકમાતાની વેદના કોણ સાંભળશે ? વર્ષોથી નદીની સફાઇ અને રિવરફ્રન્ટની વાત કરવામાં આવે છે હવે સમય આવી ગયો છે આપણી નદીને પણ સાફસુથરી કરવાનો અવસર પણ છે તો ચાલો આપણે પણ નદી ઉત્સવ ઉજવીએ…