Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતઆવી હિચકારી હત્યા માટે જવાબદાર કોણ ?

આવી હિચકારી હત્યા માટે જવાબદાર કોણ ?

- Advertisement -

જામનગર સહિત સમગ્ર દેશમાં મોબાઇલ ફોનનો ઉપયોગ ચિંતાજનક રીતે વધતો જાય છે અને તેમાં પણ ખાસ કરીને યુવા વર્ગમાં મોબાઇલ ક્રેઝ ચરમસીમાએ પહોંચી ગયો છે. મોબાઇલના કારણે લોકોની માનસિકતાને વિચારસરણી સાવ વિપરીત બનતી જાય છે. મોબાઇલમાં જોવામાં આવતી વેબસીરીઝો અને સાઈટ પર જે દ્રશ્યો દર્શાવવામાં આવે છે તે એડલ્ટ ફિલ્મ જેવા હોય છે. જેના કારણે યુવા પેઢી ઉપર ગંભીર અસર છોડતી જાય છે. બીજી તરફ ભારતમાં સૌથી વધુ યુવાનો હોય અને તેઓ મોબાઈલ અને ઈન્ટરનેટનો સૌથી વધુ ઉપયોગ કરતા હોય છે. મોબાઇલ પર અસંખ્ય એપ્લીકેશનો આ યુવા વર્ગને ગેરમાર્ગે દોરવામાં મદદરૂપ બનતી હોય છે. તેમાં પણ ખાસ કરીને નોકરી ન કરતા બેકાર યુવાનો ઉપર મોબાઇલના વધુ પડતા ઉપયોગ આવી એપ્લીકેશનોના કારણે માનસિક વિકૃતત્તા ઘણી વધી જાય છે.

- Advertisement -

જામનગર સહિત દેશભરનો યુવા વર્ગ મોબાઇલનો એડિક બની ગયો છે. આ એડિકશનમાં બાળકો પણ બાકાત રહેતાં નથી. દેશ-વિદેશમાં મોબાઇલના કારણે અનેક ઘટનાઓ અને દુર્ઘટનાઓ તથા સાયબર ક્રાઈમની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. મોબાઇલના વધી રહેલા ઉપયોગ યુવાવર્ગને પતન તરફ લઇ જશે તેવું જણાઈ રહ્યું છે. તેની સામે માતા-પિતા અને વડીલોએ પણ તેમના સંતાનો મોબાઇલમાં કેવા ક્ધટેન્ટ નિહાળતા હોય છે તેના ઉપર પણ ખાસ નજર રાખવી જરૂરી બની ગઇ છે. મોબાઇલના બેહદ વધી રહેલા ઉપયોગના કારણે યુવાવર્ગના મગજ ઉપર એટલી ગંભીર છાપ છોડે છે કે અમુક ટકા બેકાર યુવાનો નોકરી કરવા પણ તૈયાર નથી હોતા અને માત્ર મોબાઇલ જ રચ્યાપચ્યા રહેતાં હોય છે. જોકે કેન્દ્ર સરકાર દ્વારા અસંખ્ય મોબાઇલ એપ્લીકેશનો અને સાઈટો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ તેની સામે હાલમાં આવતી વેબસીરીઝોએ તો રીતસરનો દાટ વાળ્યો હોય તેટલું એડલ્ટ ક્ધટેન્ટ વેબસીરીઝોમાં દર્શાવવામાં આવતું હોય છે.. જેની ગંભીર અસર યુવા વર્ગ ઉપર પડે છે.

વેબસીરીઝો અને ઈન્ટરનેટ તથા મોબાઇલના વધુ ઉપયોગના કારણે યુવાઓની વિકૃતીઓ વધી રહી છે. હાલમાં જ જામનગર શહેરમાં એક સગીરની તેના જ બે ખાસ મિત્રોએ સજાતિય સંબંધ ન રાખવાના કારણે ગળુ દબાવી ઈન્જેકશન દઈ હત્યા નિપજાવી લાશને સળગાવી દીધાની ઘટનાએ સમગ્ર હાલારને હચમચાવી દીધું હતું. તો શું આવી કરપીણ હત્યાઓ મોબાઇલના વધતા ઉપયોગ અને વેબસીરીઝોના કારણે થતી હશે ?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular