ગરમીની શરુઆત થઇ ગઇ છે. હવે લોકોએ ફ્રીઝમાં પાણીની બોટલો રાખવાનું પણ શરુ કરી દીધું હશે. તમે તમારા ઘરમાં પાણી કઇ બોટલમાં ભરો છો. પ્લાસ્ટિક, સ્ટીલ કે પછી તાંબાની?? જો તમે પ્લાસ્ટિકની બોટલ વાપરો છો તો આ આદત હવે બદલી નાખો જ્યારે વાત કરીએ ત્રાંબા અને સ્ટીલની તો પીવાનું પાણી કઇ બોટલમાં ભરવું જોઇએ..?? તેના પર ડો. મંજૂરી ચંદ્રા જણાવે છે કે, ત્રાંબા અને સ્ટીલ બંનેને બોટલ પોત-પોતાના સ્થાન પર બંનેબાજુ ધરાવે છે. એટલે કે, કેટલાંક અંશે લાભ તો કેટલાંક અંશે સાવચેતી તો વાત કરીએ પ્રથમ સ્ટીલની પાણીની બોટલ વિશે. સ્ટીલની બોટલો મજબૂત અને ટકાઉ હોય છે તે લાંબો સમય સુધી ચાલે છે. સ્ટીલની બોટલમાં પાણી લાંબો સમય ગરમ કે, ઠંડુ રહે છે. જ્યારે સ્ટીલમાંથી કોઇપણ ખરાબ પદાર્થ નથી નિકળતો અને પાણીમાં મીક્ષા નથી થતું જેવુ કે, પ્લાસ્ટિકની બોટલોમાં થતું હોય છે. જેને સાફ કરવી પણ સરળ છે. જ્યારે તમે કોઇ મુસાફરીમાં જઇ રહ્યા હોય ત્યારે આ બોટલ વધુ ઉપયોગી નિવડે છે.

જ્યારે હવે વાત કરીએ ત્રાંબાની બોટલની ત્રાંબામાં એન્ટિબેકટીરીયલ ગુણ હોય છે. એટલે કે, જો પાણીમાં કોઇ હાનિકારક બેકટેરીયા હોય તો તે નષ્ટ થઇ જાય છે. કોપર બોટલનું પાણી પીવાથી પાચન સુધરે છે. જ્યારે ત્રાંબામાં એન્ટીઓક્સિન્સ પણ જોવા મળે છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જેથી બિમારીની સંભાવના ઓછી થાય છે. પરંતુ ત્રાંબાની બોટલમાં 6થી 8 કલાકથી વધુ પાણી ન રાખવું જોઇએ. વધારે સમય પાણી રાખવાથી ત્રાંબાની માત્રા વધે છે. જેનાથી કોપર કોકસેસીટી પણ થઇ શકે છે. દરેક સમયે ત્રાંબામાં પાણી ન પીવું. દિવસમાં બેથી ત્રણ વખત પાણી પીવુ જોઇએ. કોપરની બોટલમાં લીંબુપાણી, જ્યુસ જેવા ખાટા રસ કે એસિડીક વસ્તુ ના ભરવી જોઇએ. નહીં તો કેમિકલ રિએકશન થઇ શકે છે. ત્યારે સૌથી બેસ્ટ રીત એ છે કે, રાત્રે સુતા પહેલા કોપર બોટલમાં પાણી ભરવું અને સવારે ખાલી પેટે તેને પી જવું બાકી આખા દિવસ દરમિયાન સ્ટીલની બોટલ વાપરવી જોઇએ. આમ બંને બોટલનો યોગ્ય વપરાશ કરવો જોઇએ.
(અસ્વિકરણ : સલાહ સહીતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી, વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લેવી.)